વાત : ૪૨૩

આ બે પ્રકારનું સત્ય જાણવું :-

(૧) આ લોકમાં પોતાનું ને પારકું હિત થાય એવું સત્ય વચન બોલવું તેને લૌકિક સત્ય કહીએ.

(૨) આ લોક, દેવલોક, બ્રહ્મલોક, અનંતકોટિ બ્રહ્માંડ, અનંતકોટિ પ્રધાનપુરુષ એ સર્વેને કાળ નાશ કરી નાખે છે અને પછી મૂળપ્રકૃતિ પણ પુરુષને વિષે લીન થઈ જાય છે અને પુરુષ પણ અક્ષરને વિષે લીન થઈ જાય છે. એવી રીતે એ સર્વેને નાશવંત જાણીને એ પ્રકૃતિના કાર્યને વિષે પ્રીતિ છે તે તોડીને ભગવાન સદાય અક્ષરધામને વિષે વિરાજમાન છે તથા ભગવાનના ધામને તથા ભગવાનના ભક્તને સત્ય જાણવા. આવી રીતે જાણવું તેને અલૌકિક સત્ય કહેવાય.।।૪૨૩।।