વાત : ૨૫૬
શ્રીહરિજીના માહાત્મ્યની વાર્તા ઘોડાના તબેલા તથા જાતવંત ઘોડાના દૃષ્ટાંતે કરીને બહુ કરી ને લોભ, કામ, રસાસ્વાદ ને માન એ આદિક જેવો સ્વભાવ પોતામાં હોય તેવો પરમેશ્વરને વિષે તથા મોટા સંતને વિષે પરઠે છે. માટે સ્વભાવ ટાળીને શુદ્ધ બ્રહ્મરૂપ થઈને વર્તે તો ન પરઠાય. ને પ્રિયવ્રતાદિક અવતાર ન કહેવાય ને નારદ સનકાદિક અવતાર કહેવાય.।।૨૫૬।।
ટિપ્પણી
ઘોડાના તબેલા તથા જાતવંત ઘોડાનું દૃષ્ટાંતઃ ઘોડાના તબેલામાં જાતવંત ઘોડાની કિંમત જાણીને તેના માટે બાજરો, ચણા, ઘાસ, પાણી વગેરેની વ્યવસ્થા કરે છે. તબેલામાં ઘોડાને બાંધવાની જગ્યા સારી બનાવે છે, સ્વચ્છા રાખે છે. આમ કરવાથી ઘોડા સારી રીતે રહે છે. તે રીતે પોતાને જે ધન, બંગલા, ખેતીવાડી, પુત્રપરિવાર મળ્યો હોય તેને ભગવાનનું માહાત્મ્ય જાણી ભગવાનને વિષે જોડવો.દ્બપરઠવુંઃ ઠરાવવું, આરોપવું.