વાત : ૧૯
અનંત એવું જે અક્ષરધામ અને અનંત કોટી અક્ષરરૂપ મુક્ત ને અક્ષરધામની અનંત દિવ્ય સમૃદ્ધિ ને અનંત વિભુતિયું ને અનંત માયા સબલિત બ્રહ્મ એ સર્વે પુરુષોત્તમનું શરીર છે એવા જે પ્રકટ હરિકૃષ્ણ પુરુષોત્તમ જે શ્રી સહજાનંદ સ્વામી તેમણે પોતાનું પુરુષોત્તમપણું કહ્યું કે જેવો હું પ્રકટ મૂર્તિમાન છું તેવો અક્ષરાદિક સર્વને વિષે અખંડ રહ્યો છું ને આ સભાને વિષે પ્રત્યક્ષ છું એમ હું અખંડ દેખું છું ને અક્ષરધામના મુક્ત સત્સંગમાં જે યોગ સમાધિવાળા મોટા સંત તે પણ દેખે છે. એવી રીતે પોતાના એકાંતિક મોટા સાધુ બેઠા હતા ત્યાં શ્રીજીમહારાજે વાર્તા કરી. ।। ૧૯ ।।
ટિપ્પણી
માયા સબલિત બ્રહ્મઃ મૂળમાયા સાથે જોડાયેલ મૂળપુરુષ જે પ્રધાનપુરુષથી પર છે. (વચનામૃતઃ સારંગપુર ૬).