વાત : ૧૨૨
અને સ્વામીએ એમ વાત કરી જે જીવ જો આ ઉપાય કરે તો તત્કાળ શુદ્ધ થાય. તે એમ વિચાર કરવો જે આપણે દેહ તો હજારો થઈ ગયા છે. જેમ કોઈ પુરુષ અંગરખું પહેરે છે ને ફાટી જાય ત્યારે તેને કાઢીને બીજું કરાવે છે, તેમ જે મા, બાપ, સગાં, સંબંધી સર્વે માનેલાં છે તે તો અજ્ઞાને કરીને માન્યાં છે ને દેહ, ઇંદ્રિયો, અંતઃકરણ એ સર્વે થકી હું નોખો છું ને એ તો ઝાંઝવાનાં જળ જેવાં છે. એમ આત્મ વિચાર કરવો.।।૧૨૨।।