વાત : ૪૬૨
જીવને શાસ્ત્રને વિષે શુદ્ધ કહ્યા છે તેને વિષે કર્મ ને માયા કેમ સમજવી ? ઉત્તર જે જીવતો અનાદિના માયાત્મક જ છે ને કર્મ ને માયા તો ભિન્ન ન કહેવાય. તે કઈ માયા ? તો જે જીવને વિષે પંચ વિષયની ઇચ્છારૂપે રહી છે ને વળી જેમ બીજને વિષે અંકુર છે તેમ અવ્યક્તપણે રહી છે. ને જે સ્ત્રીને આકારે માયા છે તે તો કર્મ થકી જુદી છે માટે કર્મ ને માયા જુદાં છે ને અનાદિથી ભેગાં પણ છે ને સત્ શાસ્ત્રને વિષે જે જીવને શુદ્ધ કહ્યા છે તેવા તો મહત્પુરુષની સેવાએ કરીને થાય છે તે વાત પણ મુક્ત ભેદના સારંગપુરના ૧૭મા વચનામૃતને વિષે શ્રીજીમહારાજે કરી છે.।।૪૬૨।।