વાત : ૪૭૬

ઉપાસ્ય, ઉપાસક અને સ્થાનક એ ત્રણેના શુદ્ધપણાએ કરીને ઉપાસક જે તે ઉત્તમ ભક્ત થાય છે ને સનકાદિકને ઉપાસ્ય સ્વરૂપ સરસ નથી એટલે તે સરસ થાતા નથી ને પર્વતભાઈને રહેવાનું સ્થાનક સારું ન હતું માટે આગ્રહે કરીને સત્પુરુષને સહાય રાખીને જો ઉપાસ્ય સ્વરૂપને સમજવા મંડ્યા તો વૈરાજપુરુષથી લઈને પુરુષોત્તમ ભગવાન પર્યંત જેમ છે તેમ યથાર્થ સમજ્યા ખરા. તે ઉપર માછલાં જેમ અભ્યાસે કરીને જળમાં સામે પૂરે ચાલે છે તે દૃષ્ટાંતે કરીને પુરુષ પ્રયત્નની વાર્તા કરી.।।૪૭૬।।



ટિપ્પણી

માછલાનું દૃષ્ટાંતઃ નદીના પૂરમાં મોટા પથ્થરો-વૃક્ષો તણાઈ જાય, પણ નાની એવી માછલી સામા પૂરે જઈ શકે છે, કેમ કે તેને તેનો અભ્યાસ છે. તે રીતે સત્પુરુષની સહાયથી અભ્યાસ-પુરુષપ્રધાન કરે, તો હરિભક્ત માયા રૂપી સમુદ્ર તરી જાય છે.