વાત : ૨૧૩

એક દિવસ માટે સંતે કહ્યું જે દાસ, પ્રેમી ને જ્ઞાની એ ત્રણ પ્રકારના ભક્ત છે તેમને પરમેશ્વર જ્યારે પોતા સંબંધી ક્રિયામાં કે પોતાના ભક્ત સંબંધી ક્રિયામાં જોડે ત્યારે દાસ ને પ્રેમી એ બેય તો તે ક્રિયામાં જોડાઈ જાય કેમ જે એ બેયને તો ક્રિયા કર્યાનું ધ્યાન અવ્યક્તપણે રહ્યું જ હતું અને જ્ઞાની તો તેમાં ન જોડાય, એ તો ક્રિયા માત્રને ગૌણ કરીને શ્રીજીમહારાજને વિષે જ પ્રધાનપણે જોડાય છે માટે જેમ ઘટે તેટલી જ ક્રિયા કરીને રહેવા દે ને એકાંતિક તો ત્રણે કહેવાય ખરા.।।૨૧૩।।



ટિપ્પણી

અવ્યક્તપણેઃ અસ્પષ્ટપણે, અપ્રગટપણે.