વાત : ૪૦૭
જયાનંદ સ્વામીએ કહ્યું જે ક્રોધ જ ન કરવો એવી આંટી જ્યારે પાડીએ ત્યારે ક્રોધ ન થાય. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, જે જીવતો સત્સંગે કરીને બહુ સમર્થ થાય છે માટે લોભ, કામાદિક સંબંધી સંકલ્પ ન જ કરવો એવી આંટી જો દૃઢ પાડે તો તેને સંકલ્પ ન જ થાય; એ તો એવો બળિયો છે તે જેમ ધારે તેમ કરે જો સાચો થાય તો. ત્યારે તે સંતે કહ્યું જે સંત તો સર્વે સરખા જણાય છે. ત્યારે મોટા સંતે કહ્યું જે જે વિવેકી હોય તે જો મહાપુરુષનો સંગ કરે તો તેને સરસ નરસ જણાય છે. ત્યારે પૂછ્યું જે સાધને કરીને ને મહત્પુરુષના સંગે કરીને જેણે પંચ વર્તમાન દૃઢ કર્યા હોય તે સરસ કે જેને પંચ વર્તમાન દૃઢ હોય તે સરસ છે કેમ જે એવાં જે પંચ વર્તમાન છે તે તો અસત્ દેશકાળાદિકે કરીને પણ નાશ ન થાય ને જેને એવાં દૃઢ વર્તમાન નથી તેનો તો ધર્મ છિન્નભિન્ન થઈ જાય છે.।।૪૦૭।।