વાત : ૩૬૦

સીધુ, પાણી ને ઇંધણાં એ ત્રણ જો સારાં હોય તો રાંધનારને દાખડો પડે નહિ તેમ સંગ, સ્થાન ને શ્રદ્ધા એ ત્રણ જો સારાં હોય તો મુમુક્ષુને વિષય જીત્યામાં દાખડો ન પડે, દિનદિન પ્રત્યે વૃદ્ધિને પામે, વેલો જેમ ઝાડને યોગે કરીને વધે છે તેમ અને જે પુરુષ વિષયનો પ્રસંગ રાખીને પોતાનું શ્રેય ઇચ્છે તે મૂર્ખ છે.।।૩૬૦।।



ટિપ્પણી

સીધુંઃ રાંધવા જેટલું કાચું અનાજ વગેરે સામગ્રી.દ્બઈંધણાંઃ રાંધવા માટે ઈંધણ, બાળવાનાં લાકડાં.