વાત : ૧૬૩

સત્પુરુષનો અવગુણ કેમ સમજે તો ન આવે ? ઉત્તર : જે જેને એમના ઠરાવ સામી દૃષ્ટિ હોય તેને એમનો અવગુણ ન આવે. તે એમના ઠરાવની વિગત જે જે મહાપુરુષ હોય તેમનું વર્તન તો પરલોકને અર્થે હોય પણ દેહની આબરૂને અર્થે કે આ લોકના સુખને અર્થે ન હોય ને એમના સંગી હોય તેનું પણ પરલોકને વિષે સારું થાય એમ જ ઇચ્છે છે ને તેમ જ તેને વર્તાવે છે ને આ લોકનાં જે સુખ છે તે તો ચાર પ્રકારના પ્રલયે કરીને નાશ થઈ જાય એવાં છે ને દુઃખરૂપ ને સ્વપ્ન તુલ્ય છે. એવી રીતે અનંત યુક્તિએ કરીને વાર્તા કરી તે કહ્યું છે જે, ‘‘स त एवास्य छिदंति, मनो व्यासंगमुक्तिभिः’’(અર્થ: આ જીવોની વાસનાઓને સત્પુરુષો જ ઉપદેશ વાક્યોથી નાશ કરે છે.)।।૧૬૩।।



ટિપ્પણી

ઠરાવઃ ઠરાવેલી-નક્કી કરેલી વાત.