વાત : ૧૯૪
શ્રીજીમહારાજે કહ્યું છે જે ત્રણ પ્રકારના વાયુ થાય છે તેમાં તો એવો વાય જે પાંડદાં ખરે ને એક તો ડાળાં ભાંગે ને એક તો ઝાડને મૂળમાંથી ઉખેડી નાખરે તે તો દૃષ્ટાંત છે તેમ એક તો સંકલ્પ થાય ને ટળી જાય ને એક તો પંચવર્તમાનમાં ફેર પડે તેનું પ્રાયશ્ચિત્ત કરીને સત્સંગમાં રહે ને એક તો સત્સંગમાંથી જાતું રહેવાય.।।૧૯૪।।