વાત : ૫૧૪
અને ગણેશનું ચક્ર છે ત્યાં પ્રધાનપણે પૃથ્વી તત્ત્વ વર્તે છે, ને બ્રહ્માને સ્થાનકે વિશેષપણે કરીને જળ તત્ત્વ વર્તે છે, ને વિષ્ણુને સ્થાનકે વિશેષપણે તેજ તત્ત્વ વર્તે છે, ને કંઠસ્થાને તથા ભ્રકૃટિ સ્થાને વિશેષપણે આકાશ તત્ત્વ વર્તે છે, ને બ્રહ્મરંધ્રને મધ્યે જે સહસ્ત્રદળનું કમળ તે સ્થાનકે વિશેષપણે જ્યોતિસ્વરૂપ ચિદાકાશ વર્તે છે. ને બીજાં સ્થાનકોને વિષે ચિદાકાશ સામાન્યપણે દેખાય છે.।।૫૧૪।।