વાત : ૩૮૦
વિશલ્યકરણીના છેલ્લા વચનામૃતમાં અહંમમત્વ ટાળ્યાની વાર્તા આવી ત્યારે તે કેમ ટળે ? ઉત્તર : જે જેમ દેહને વિષે આત્મબુદ્ધિ છે ને અતિશય હેત છે તેમ શ્રીહરિજીને વિષે તથા મોટા સંતને વિષે થાય તો ટળે. માટે આત્મ વિચારનો તથા શ્રીજીમહારાજના મહિમાના વિચારનો વેગ જીવને વિષે અતિ બળવાન લગાડી દેવો. જેમ મંદવાડ હાડમાં પેસી જાય છે ને જેમ વૈરીનો વેગ પેસી જાય છે તેવી રીતનો વેગ જીવમાં લગાડી દેવો.।।૩૮૦।।
ટિપ્પણી
વિશલ્યકરણીના છેલ્લા વચનામૃતમાંઃ વચનામૃત : ગઢડા અંત્ય ૩૯.