વાત : ૨૪૫
આ જીવને વિપરિત ફળ થાય છે તે પણ જાણ્યું જોઈએ. તે વિપરીત ફળ તે શું ? તો વિષયનો ત્યાગ કરવા આવ્યા ને વિષય વળગ્યા ને સંતમાં હેત કરવા આવ્યા ને કુહેત થયું. ને સર્વ જીવ માત્ર છે તે પોતપોતાની પ્રકૃતિને ભજે છે ને જે મુમુક્ષુ છે તે પોતાની પ્રકૃતિનો ત્યાગ કરીને ભગવાનની આજ્ઞામાં રહે છે. ને દેહના સુખમાં લેવાતા નથી અને જેને આ દેહે કરીને ભગવાનને રાજી કરવા હોય તેને કોઈના બરોબરિયા થાવું નહિ ને કોઈ સંગાથે પિતરાઈ દાવો બાંધવો નહિ ને પોતાના દોષને ટાળવા ને ધર્મ પાળવો તેમાં કોઈનો વાદ ન લેવો ને ભક્તિ કરવી તેમાં કોઈનો વાદ ન લેવો ને અનુવૃત્તિમાં રહેવું ને ગરીબ થાવું. ને જળ જંતુ તો સર્વે કહેવાય પણ માછલાંને તો જળ તે જ જીવ-પ્રાણ છે.।।૨૪૫।।