વાત : ૫૨૪

શ્રીહરિજીના સ્વરૂપને સર્વ સ્થાનકને વિષે પ્રકાશમાન જોવું. ને ક્યારેક વિજ્ઞાનદાસજીને શ્રીજીમહારાજે સમાધિમાં કહ્યું જે તમારે તો કુંઠિત વાસના છે ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે મારું પૂછો. ત્યારે તેણે પૂછ્યું ત્યારે શ્રીજીએ કહ્યું જે એમને તો નિર્મૂળ વાસના છે. પછી ફરીને પુછાવ્યું ત્યારે પણ એમ જ કહ્યું.।।૫૨૪।।