વાત : ૪૩૦

ભજનમાં પણ ત્રણ ભેદ છે : (૧) જિહ્‌વાએ કરીને ભજન કરે તે સ્થૂલને બાળે. (૨) કંઠને વિષે ભજન કરે તે સૂક્ષ્મ તથા સ્થૂલ દેહ એ બેને બાળે. (૩) જિહ્‌વા તથા કંઠને ન હલાવે ને હૃદયને વિષે જ્યાં શ્વાસ ઊઠે છે ત્યાં ભજન કરવું. તે ભજન કેવું છે તો કારણ શરીરે સહિત ત્રણ દેહનો નાશ કરે એવું છે. તે માટે બુદ્ધિવાન હોય તે આ વાતને વિચારીને જીવમાં ધ્યાન તથા ભજન કરે તો તત્કાળ થોડે કાળે કરીને કારણ શરીરનો નાશ થાય ને તે વિના કોટિ ઉપાય કરે તો પણ કારણ શરીર ન બળે.।।૪૩૦।।