વાત : ૧૫૦
શ્રીહરિ મહારાજની પ્રાપ્તિ થઈ એ તો બહુ મોટું કામ થયું છે, પણ લોભ, કામાદિક અંતરશત્રુ જ્યાં સુધી રહ્યા છે ત્યાં સુધી શ્રીહરિને વિષે પણ દોષ પરઠે છે. માટે સત્પુરુષનો સમાગમ કરીને દેહાભિમાન રૂપ દોષ ટાળીને ને ધર્મજ્ઞાનાદિક ગુણને શીખીને એકાંતિક ભક્ત થાવું.।।૧૫૦।।