વાત : ૪૮૩

ઉત્તમ ભક્તને સુષુપ્તિની પેઠે વર્તે છે. એમ વચનામૃતનો પ્રસંગ નીસર્યો ત્યારે હરિભક્તે શંકા કરી જે સુષુપ્તિમાં તો અજ્ઞાન છે તે જ્ઞાની ભક્તને ન હોય માટે એનું કેમ સમજવું ? ત્યારે મોટા સંતે કહ્યું જે જ્ઞાની ભક્તને જાગૃતિને વિષે સુષુપ્તિની પેઠે તો વિષયને વિષે અભાવે યુક્ત વર્તવાપણું છે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે,

या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ।

यस्यां जाग्रति भूतानि सा निशा पश्चतो मुनेः।।१

(૧. અર્થ :- સર્વ જીવ પ્રાણા મીત્રને આત્મા પરમાત્માના વિષયવાળી બુદ્ધિ રાત્રિની પેઠે અપ્રકાશ કરનારી છે. અર્થાત્‌ વિષયી જીવોને તે માર્ગે નથી ચાલતું અને તે આત્મા પરમાત્માના વિષયવાળી બુદ્ધિમાં સંયમી પુરુષ જાગે છે અર્થાત્‌ આત્મા પરમાત્માના સ્વરૂપનો જોતો થકો રહે છે. અને જે વિષયોમાં ભૂત પ્રાણીમાત્ર જાગે છે તે જ્ઞાનવાન મુનિની રાત્રી છે અર્થાત્‌ તે વિષયોમાં તેને અભાવ વર્તે છે.(ગી. અ. ૨-૬૯))।।૪૮૩।।