વાત : ૪૮૨

મુમુક્ષુને જેમ છે તેમ સમજતાં પોતાની મેળે સર્વેને આવડતું નથી ને કેટલાકને તો સમજાતું જ નથી ને કેટલાક સમજે છે તે પણ વિષયને મૂકી શકતા નથી કેમ જે જુઓને સાઠ હજાર વાલખિલ્ય ઋષિ છે તે સમજતા નથી ને બૃહસ્પતિ, ઇન્દ્ર ને દક્ષાદિક તે સર્વે સમજે છે. પણ તે વિષયને મૂકી શકતા નથી ને એમ સમજે છે જે આપણે તો એમ જ રહેવાય. એમ મનમાં આંટી પડી છે. તેમ આ લોકના ભક્તને વિષે પણ એમ સમજણ છે. ત્યારે પૂછ્યું જે કેમ સમજવું ? ઉત્તર : જે ધર્મ-જ્ઞાનાદિક સાધને કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા જે શ્રી હરિકૃષ્ણજી મહારાજ તેમને અતિશય ને સર્વના પ્રેરક ને સર્વના સ્વામી ને સર્વના કર્તા ને સર્વના કર્મફળપ્રદાતા એવા સમજીને અનેક ગુણે કરીને યુક્ત એવા જે શ્રીજીમહારાજ તેમની અતિશય દૃઢ ઉપાસના કરવી.।।૪૮૨।।