વાત : ૨૧૦

અન્ન ને વસ્ત્ર એ બે વિના ન ચાલે ને બીજા સર્વે વિના ચાલ્યું જાય છે માટે શ્રીજીમહારાજ પ્રસન્ન થાય તે સારુ ધર્મ જ્ઞાનાદિક ગુણને સિદ્ધ કરવાને અર્થે પુરુષપ્રયત્ન પ્રમાદ મેલીને કરવો. ને એ બે વાનાં તો સહજ જ મળી રહે છે તે સારુ દેહરૂપ થઈને શ્રીજીમહારાજને વિસારી દેવા નહિ।।૨૧૦।।



ટિપ્પણી

પ્રમાદઃ ગફલત, બેદરકારી, ધાર્મિક ક્રિયામાં અપ્રવૃત્તિ.