વાત : ૪૬૭

નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે આસ્તિક કોને કહીએ ? ઉત્તર : જે જેને શ્રી હરિકૃષ્ણજી મહારાજ તથા તેમના અવતાર તથા વેદાદિક સચ્છાસ્ત્ર તથા તેમનાં ધામ તથા તેમના એકાંતિક સાધુ એ સર્વેનો સત્યપણાનો જેને વિશ્વાસ હોય તેને આસ્તિક મતિવાળો ભક્ત કહીએ.।।૪૬૭।।