વાત : ૨૦૦
જ્ઞાની ને અજ્ઞાનીનું લક્ષણ સંક્ષેપે કરીને કહીએ છીએ જે જ્ઞાની ભક્ત પ્રવૃત્તિ માર્ગમાં શ્રીજીની આજ્ઞાએ કરીને પ્રવર્તતા હોય પણ શ્રીહરિજીની કથા, વાર્તા, કીર્તન, ભક્તિ તથા આત્મા અનાત્માનો વિવેક કર્યા વિના રહી શકે નહિ ને જે અજ્ઞાની ભક્ત હોય તે તો પ્રવૃત્તિમાર્ગમાં અતિશય જોડાઈ જાય ને ભજન સ્મરણ પણ યથાર્થ થાય નહિ.।।૨૦૦।।