વાત : ૪૨૪
શૌચ પણ ત્રણ પ્રકારનું છે :-
(૧) દેહે કરીને પવિત્ર રહેવું.
(૨) અંતઃકરણમાં કામ-ક્રોધાદિકનો ઘાટ ન થવા દેવો, ને
(૩) જીવમાં અવ્યક્ત રાગ છે તેને ટાળવા ને જીવને વિષે અવ્યક્ત રાગ છે તે ટાળીને એક ભગવાન વિના બીજી કોઈ જાતની ઇચ્છા ન રહે ત્યારે એમ જાણવું જે જીવની વૃદ્ધિ થઈ તે ત્રીજા પ્રકારનું શૌચ કહેવાય.।।૪૨૪।।
ટિપ્પણી
સૌચઃ સ્વચ્છતા, પવિત્રતા.