વાત : ૪૦૯
માની પ્રકૃતિ હોય ને માન મળતું હોય તેનું માન કેમ ટળે ? ઉત્તર : જે વૈરાજપુરુષની તથા પ્રધાનપુરુષની તથા મૂળપુરુષની સામર્થીને જુએ ને તપાસ કરે જે એમના જેવી સામર્થી કેટલી છે જેનું હું માન રાખું છું, એમ વિચાર કરે તો માન ટળી જાય ને વળી મોટા મોટા શ્રીહરિજી મહારાજના સાધુ જે શતાનંદમુનિ ને સ્વરૂપાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી તથા હરિભક્ત પર્વતભાઈ એમના જેવી સામર્થી મારામાં કેટલી છે જે હું માન રાખું એમ વિચારે તો માન રહે નહિ.।।૪૦૯।।