વાત : ૪૯
એક દિવસે મોટા સંતે કહ્યું જે માયા પર દિવ્ય ધામને વિષે એક મોટો ઓરડો છો ને તેને ચારે પાસે નાની નાની ઓરડીઓ છે. તેમાં મોટા ઓરડામાં તો પુરુષોત્તમ ભગવાન રહે છે ને એમની દૃઢ ઉપાસનાએ કરીને જે નક્કી હરિભક્ત થયા હોય ને ભગવાનનાં મનુષ્ય ચરિત્રને વિષે કોઈ દિવસ મોહ ન પામ્યા હોય એવા જે ભક્ત હોય તે તો હજારો જીવના કલ્યાણ કરે એવા સમર્થ હોય છે ને જે નાની નાની ઓરડીઓ છે તેમાં તો સર્વ અવતાર રહે છે ને જે એમના ભક્ત છે તે તો પોતાનાં કલ્યાણ કરે છે ને બીજાનાં તો માંડમાંડ કરે એવા છે માટે પુરુષોત્તમના ભક્ત તો બહુ શ્રેષ્ઠ છે. ।। ૪૯ ।।