વાત : ૪૦૨
વિદ્યા, બુદ્ધિ, કળા, ચાતુરી, ગાવવું એ આદિક જે જે વ્યવહારિક ગુણ છે તે કેને પોતાના કલ્યાણના અર્થે થાય છે ? તો જેને કેવળ પોતાનું કલ્યાણ કરવું હોય અને પોતાના દોષ ટાળીને ભગવાનના એકાંતિક ભક્ત થાવું હોય એવોજેને સત્ આશય હોય તે તો એ પોતાના ગુણને સત્સંગના કામમાં વાવરે એટલે એને એ પોતાના ગુણ કલ્યાણને અર્થે થાય છે. અને જેને પંચ વિષયના સુખને દેહે કરીને અને મને કરીને પામવાની ઇચ્છા હોય એવા અસત્ આશયવાળાને એ ગુણ વિષય સુખ પામ્યાને અર્થે જ થાય છે અને પોતાના કલ્યાણને અર્થે થાતા નથી.।।૪૦૨।।