વાત : ૧૨૭

મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો બ્રહ્મરૂપ સમજે ને ભગવાન તો કોઈને પ્રવૃત્તિને વિષે જોડતા નથી અને વૈરાજપુરુષ તથા મહાવિષ્ણુ આદિક જે કોટાનકોટિ માયાને વિષે જોડાણા છે તે તો પોતાને રાગે કરીને જોડાણા છે પણ ભગવાન તો કોઈને માયાને વિષે તથા વિષયને વિષે જોડતા નથી એમ સમજે. માટે એને કોઈને વિષે ભાર ન આવે પણ મહાપુરુષની મોટપ જોઈને તથા સાંભળીને તથા તેનાં ઐશ્વર્ય જોઈને કોઈક સમે એવો સંકલ્પ થાય જે ભગવાનને પણ આવી વિભૂતિઓ છે તથા તેના વિષયને વિષે રાગ જેવું જણાય તથા તે વિષયમાં સારપ્ય મનાય પછી વળી તે સંકલ્પને ખોટા કરીને એમ સમજે જે મહાપુરુષ તથા બીજા જે જે માયાને વિષે જોડાયા છે તથા નિવૃત્તિ ધર્મને વિષે જોડાયા છે તે પોતાને મોટપનો રાગ છે તે માટે જોડાયા છે પણ ભગવાન તો કોઈ ને કોઈ સંઘાથે તથા મોટપમાં તથા કોઈ વિષયમાં જોડતા નથી ને જે જોડાય છે તે પોતપોતાને રાગે કરીને જોડાય છે એમ સમજીને તે સંકલ્પને ખોટા કરી નાખે તે માટે એને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચય એવો ભેદ પડ્યો.।।૧૨૭।।