વાત : ૪૯૬
અને નિશ્ચયનું શું લક્ષણ છે ? એ પ્રશ્નનો ઉત્તર બીજાએ કહ્યો જે ઓળખવું કે જ્ઞાન એને કહેતા હશે. ત્યારે એકે કહ્યું જે નિશ્ચયનું તો કાંઈ ઠેકાણું નથી કેમ જે પ્રથમ તો અતિશય જાણતો હોય ને પછી કાંઈએ રહે નહિ. ત્યારે સ્વામી બોલ્યા જે એવાને તો પ્રથમથી જ નહિ હોય ને કોઈકને લગાર ઇંદ્રિયુંમાં કે અંતઃકરણાં હશે તે કાંઈક અસમર્થ ચરિત્ર જણાઈ આવે તેણે કરીને ટળી જાય છે.।।૪૯૬।।