વાત : ૫૩૩

વિજ્ઞાનદાસજીને અવસ્થા લોપતી નથી ને મુઝાતા પણ નથી ને સદા સુખિયા રહેતાં આવડે છે. ને નિર્માનીપણું પણ બહુ છે ને શ્રીજીમહારાજનો ને સત્પુરુષનો વિશ્વાસ પણ અતિશય છે. ને ગુણાતીતાનંદ સ્વામી સ્વામી તથા સિદ્ધાનંદ સ્વામી એ બેયને તો અવસ્થા લોપાય છે ને મૂંઝવણ પણ આવે છે. તે જો પુરુષ પ્રયત્ને કરીને અતિ આગ્રહ કરે તો એમને પણ મૂંઝવણ આવે નહિ. ને કોઈકને તો વાતચીત કરતા થકા સર્વે ક્રિયાને વિષે શ્રીજીમહારાજની દેહની પેઠે નિરંતર સાંભર્યા કરે છે ને પૃથ્વીની પેઠે અસાધારણપણાનો વિશ્વાસ પણ સદા વર્તે છે.।।૫૩૩।।