વાત : ૮૮
અને પૂછ્યું જે ઉપાસના ને ધર્મ બેય સરસ હોય, ધર્મ ન્યૂન ને ઉપાસના સરસ હોય, ઉપાસના ન્યૂન ને ધર્મ સરસ હોય ને બેય ન્યૂન હોય એ ચાર પ્રકારના ભક્તની પ્રાપ્તિ કહો. તેનો ઉત્તર સ્વામીએ કર્યો જે ઉપાસના અને ધર્મ જો સંપૂર્ણ હોય તો તે અક્ષરધામને પામે; ને ધર્મ ન્યૂન હોય તો પ્રકૃતિપુરુષના ધામની પ્રાપ્તિ થાય; ને ધર્મનિષ્ઠા અધિક હોય તો ઋષિના લોકની પ્રાપ્તિ થાય; ને બેયમાં કસર હોય તો બ્રહ્માદિક ત્રણ દેવના ધામની પ્રાપ્તિ થાય. અને જો ઉપાસના તો હોય પણ અક્ષરનો મહિમા અધિક સમજતો હોય તો તે ભક્ત અક્ષરમાં લીન થાય છે.।।૮૮।।