વાત : ૩૩૨
ઇંદ્રિયોની વૃત્તિને અંતર સન્મુખ રાખે ત્યારે તે વૃત્તિઓ સૂક્ષ્મભાવે પામીને એમાં યથાર્થ જ્ઞાન થાય, અને પછી શાસ્ત્રનો અર્થ પણ એને યથાર્થ સૂઝે અને વિષયની વાસના તે ધીરે ધીરે ટળતી જાય. માટે જ્ઞાન, વૈરાગ્યનો વિચાર રાખીને ઇંદ્રિયોની વૃત્તિને આત્મા સન્મુખ રાખવાનો અભ્યાસ રાખવો. અને તેમાં ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને એમ ન કરે અને વૃત્તિઓને બાહેર જ પ્રવર્તવા દે તેમાં સ્થૂલભાવ આવી જાય, અને એ ગુણદોષ યથાર્થ સૂઝે નહિ.।।૩૩૨।।