વાત : ૨૩૩

કોઈ હરિભક્તનો અવગુણ આવે તેમાં આ ત્રણ કરવા જે :-

(૧) એનો મને અવગુણ આવે છે. તે એની ઉપર મારે ઈર્ષા છે તેણે કરીને આવે છે ?

(૨) કે એ મારા સ્વભાવ ઉપર ટોકે છે તેણે કરીને મને અવગુણ આવે છે ?

(૩) કે એ દોષ એમાં છે જ તેથી અવગુણ આવે છે ?

એમ વિચારીને ઈર્ષા તથા ટોકવે કરીને જો અવગુણ આવતો હોય તો ન લેવો અને એ દોષ એમાં ખરેખરો હોય તો લેવો પણ આવી રીતે વિચાર્યા વિના કોઈનો અવગુણ ન લેવો.।।૨૩૩।।



ટિપ્પણી

ટોકવે કરીનેઃ વારંવાર કહીને, ઠપકો આપીને.