વાત : ૧૯૫

ઇંદ્રિયો, અંતઃકરણ, દેવતા ને જીવએ સર્વે જે તે જેમ નેત્રમાં સૂર્યની આવ્યા ગયાની ગતિને જાણતા નથી તેમ અક્ષરાદિક સર્વે મુક્તો પુરુષોત્તમની ગતિને જાણતા નથી. જેમ ચંદ્રમા રાહુએ ગળ્યો થકો ઊગે છે ને આથમે છે તેમ હરિભક્ત પણ શ્રીહરિજીની કથાનું શ્રવણ મનનાદિક જે સર્વે ક્રિયા કરે છે તે દેહાભિમાનરૂપ રાહુએ ગળ્યા થકા કરે છે. માટે એ સર્વે ક્રિયાને વિવેકે કરીને કરવી. તે વિવેક અમદાવાદના બીજા વચનામૃતમાં કહ્યો છે જે નાહી ધોઈને પૂજા કરવી.।।૧૯૫।।