વાત : ૧૦૨

ગોલોક, વૈકુંઠ ને બ્રહ્મપુર-વિષે જેવા ઐશ્વર્ય, પાર્ષદ ને શક્તિએ યુક્ત શ્રીજીમહારાજ છે, તેવા ને તેવા જ પૃથ્વીને વિષે છે. ને જેવા પૃથ્વીને વિષે છે તેવા ને તેવા જ બ્રહ્મપુરને વિષે છે (આની સ્પષ્ટતા વાત ૧૦૯ -૩માં કરેલી છે), એવી રીતે મનુષ્યભાવનો ને દિવ્યભાવનો મહિમા વિશ્વાસે સહિત યથાર્થપણે સત્પુરુષને પ્રસંગે કરીને શીખવો. ને પોતાના જીવાત્માને અક્ષરબ્રહ્મ સંગાથે એકતા સમજવી કેમ કે, જો પાયો કાચો હોય તો તે ઉપર ઇમારત થાય નહિ ને જેટલી સમજવામાં કાચપ રહેશે તેટલી દેહ મૂક્યા પછી પણ નડશે તે વાત સત્ય છે.।।૧૦૨।।