વાત : ૪૧૩
અને સંતે પૂછ્યું જે માન કેમ ટળે ? ત્યારે સ્વામીએ કહ્યું જે પોતાને સત્તારૂપ સમજે ને પોતે ભગવાન કે સત્પુરુષ આગળ તો અતિશય હળવો વર્તે અને પોતાને વિષે જે કાંઈક ગુણ હોય તે તો જેમ કોઈકનાં વસ્ત્ર આભૂષણ માગી લાવીને પહેર્યાં હોય તેમ મોટા પુરુષના કે ભગવાનના છે એમ સમજે તો માન ટળે.।।૪૧૩।।