વાત : ૨૧૯

એક દિવસ મનોહરદાસ ભગવાનની વાર્તા સાંભળવા બેઠા હતા તે વાર્તા શ્રવણ કરતે કરતે લક્ષ થઈ ગયો ત્યારે શાંતાનંદ કહે જે તમારે સમાધિ જોઈએ છીએ ? ત્યારે તે સંતે કહ્યું જે મહારાજનું દર્શન થાય તો શ્રેષ્ઠ છે. ત્યારે સ્વામીએ કહ્યું જે ઇંદ્રિયોને વિષયમાંથી રેતી જેવી લુખી કરી નાંખે ને જીવસત્તાને અક્ષર સાથે એકપણાને પમાડીને પોતે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કર્યા કરે. એમ જે વર્તવું તેને તો સમાધિ કરતાં પણ શ્રેષ્ઠ માનીએ છીએ.।।૨૧૯।।



ટિપ્પણી

લક્ષઃ સમાધિ.