વાત : ૨૬૬

હરિમંદિર સંબંધી કામકાજ કરતો હોય તેનો ઓથ લઈને કાંઈક વધુ ઓછું વર્તાય તો શ્રીજીમહારાજ રક્ષા કરે કે ન કરે ? કેમ જે આજ્ઞાએ કરીને કરે છે માટે. ઉત્તર : જે જોએ પુરુષપ્રયત્ને કરીને સાવધાન વર્તતો હોય ને અજાણમાં જો આડુંઅવળું થઈ જાય તો રક્ષા કરે ને જાણી જાણીને વધારે તો રક્ષા ન કરે ને તેનો દંડ ભોગવવો પડે.।।૨૬૬।।