વાત : ૪૭૩

જીવ જે તે જેવો ધર્મ, અર્થ અને કામને અર્થે પુરુષ પ્રયત્ન કરે છે તેવો મોક્ષને અર્થે પુરુષ પ્રયત્ન કરતો નથી એનું જ નામ મોહ છે ને વળી પ્રત્યક્ષ ભગવાન તથા પ્રત્યક્ષ સંતને મેલીને બીજે ઠેકાણે અજ્ઞાની ને પામર જેવા જે જીવ તેમનો જે વિશ્વાસ કરવો એ પણ મોહ જ છે.।।૪૭૩।।