વાત : ૧૭૯
જે વિવેકી પુરુષ છે તે જે તે પોતા સાથે જો કોઈ અતિ વાદ કરે તો પોતે તે સાથે અતિ વાદ ન કરે ને બીજા પાસે કરાવે નહિ, અને વળી જે બીજે માર્યો થકો તેને પોતે મારે નહિ ને બીજા પાસે મરાવે પણ નહિ. અને પોતાને જે મારનારો તેના ભૂંડાને નથી ઇચ્છતો એવો જે પુરુષ તે આવે તેને દેવતા પણ ઇચ્છે છે કહેતાં તે દેવતાને પણ માનવા યોગ્ય થાય છે.।।૧૭૯।।