વાત : ૧૭૮

જે પુરુષ સંતને સેવે, અસંતને સેવે, તપસ્વીને સેવે, ચોરને સેવે, તો તે સેવનારો પુરુષ જે તે તેમના વશને પામે છે. કહેતાં સંતને સેવે તો પોતે સંત થાય છે અને અસંતને સેવે તો પોતે અસંત થાય છે. અને તપસ્વીને સેવે તો પોતે તપસ્વી થાય છે ને ચોરને સેવે તો પોતે ચોર થાય છે, કેની પેઠે તો જેમ વસ્ત્ર જેવા રંગમાં રંગીએ તેવા રંગવાળું થાય છે.।।૧૭૮।।