વાત : ૨૭૩

કેમ સમજે તો સદા સુખિયો રહે ? ઉત્તર જે સદા સુખિયો તો તે રહે જે, જેને કોઈ પદાર્થ જોઈએ જ નહિ ને જેવાં તેવાં વસ્ત્ર ને જેવું તેવું અન્ન એ તો સહેજે મળી રહે છે માટે સંતોષ રાખીને વર્તે તો સદાય સુખિયું રહેવાય છે ને વિશ્વાસ કરવા યોગ્ય તો ડોડિયા પુંજા ભક્ત જેવા સત્પુરુષ જ છે ને બીજે તો દુઃખિયા થાવાનું છે.।।૨૭૩।।