વાત : ૨૫૫
જુવાન, રોગી તથા વૃદ્ધને વર્ત્યાની વિગતનાં લક્ષણ કહે છે જે ચાર પ્રકારનાં ભોજન મનુષ્યો નિત્યે જમ્યા કરે તે તો પણ નવું જ રહે છે ને નિત્યે તેનું જે જ જમીએ છીએ તો પણ એમ થાય છે જે આજ તો રોટલી થઈ છે તેવી કોઈ દિવસ થઈ જ નથી ને શાક પણ આજના જેવું થયું જ નથી. તથા વસ્ત્ર પણ એમ જ રહે છે એનું નામ ભેદ છે ને તેથી પંચવિષય સંબંધી ક્લેશ થાય છે ને તે વિષયની આસક્તિ ટળી જાય તો ક્લેશ માત્રની નિવૃત્તિ થઈ જાય છે.।।૨૫૫।।