વાત : ૩૩૭
વિષયને અસત્ય જાણીએ છીએ પણ તેનું તુચ્છપણું કેમ થાતું નથી ? ઉત્તર જે સાંભળીને કહી દેખાડે છે ને પછી ભૂલી જાય છે પણ તેનું શ્રવણ, મનન, નિદિધ્યાસ કરીને સાક્ષાત્કાર કરતો નથી ને સાક્ષાત્કાર કરે તો વિષય તુચ્છ થઈ જાય. તે સાક્ષાત્કાર તો એમ થાય જે જો નિત્ય પ્રલયાદિકને વારંવાર શ્રદ્ધાએ સોતા મન દઈને કહે ને સાંભળે ને વિચારે તો થાય.।।૩૩૭।।