વાત : ૧૯૯

ઉત્તમ મુમુક્ષુનાં લક્ષણ એ છે જે સત્પુરુષને ઓળખી કાઢે ને તેને મન સોંપી દે ને તેમના સમાગમને અર્થે સર્વે પ્રકારનું ભીષણ ખમે ને કોઈક ઉત્તમ વિષયને વિષે લોભાવવાનું કરે તો પણ ન લોભાય. ને ધર્મજ્ઞાનાદિક સાધન ને દેશકાળાદિકના વિષમપણાએ કરીને પણ મૂકે નહિ ને આત્મા અનાત્માનો વિચાર કર્યા કરે. ને સર્વે શાસ્ત્રનો એ જ સિદ્ધાંત છે જે સત્તારૂપ થઈને શ્રીહરિનું ધ્યાન કરવું ને એમને એમ અનેક જન્મ સુધી તર્યા કરે ત્યારે કારણ શરીર નાશ પામે છે.।।૧૯૯।।