વાત : ૩૦૯

અને જેને દત્તાત્રેયની પેઠે જ્યાં ત્યાંથી સિદ્ધાંત જ ગ્રહણ કરતાં આવડે છે તે ક્યાંય બંધાતા નથી. એવી રીતે કપાસનાં બે ક્ષેત્રને દૃષ્ટાંતે વાત કરી.।।૩૦૯।।



ટિપ્પણી

કપાસના ક્ષેત્રનું દૃષ્ટાંતઃ કપાસના ખેતરમાં છોડ ઉપરથી રૂ ભેગું કરવામાં આવે છે, ને ડાળાં-પાંખડાં પડી રહેવા દેવામાં આવે છે. તેમ મનુષ્ય બધેથી ગુણ ગ્રહણ કરે, ને દોષ પડી રહેવા દે, તો ગુણનો ઢગલો થાય.