વાત : ૭૨

મચ્છર, ગરુડજી, પતંગિયા ને મહાતેજ પર્યંત મુક્તોના ભેદ કહ્યા(સારંગપુરનું વચનામૃત ૧૭) છે તે વાલખિલ્ય ઋષિ જેવા મુક્ત તો પૃથ્વ્યાદિક અનેક સ્થાનકને વિષે બંધાઈ રહ્યા છે એ પણ મુક્તના ભેદ છે.।।૭૨।।



ટિપ્પણી

વાલખિલ્ય ઋષિઃ અંગૂઠાના કદના ૬૦,૦૦૦ ઋષિઓ જે બ્રહ્માના શરીરમાંથી ઉત્પન્ન થયેલા તથા સૂર્યના રથની આગળ જતા મનાય છે.

પૃથ્વ્યાદિકઃ પૃથ્વી + આદિક.