વાત : ૪૩૫

ધ્યાન કરનારા યોગીને કોઈ અવસ્થા પ્રથમ લોપાય છે ? ઉત્તર : જે જો સ્થૂલ દેહને વિષે શ્રીહરિજીનું ધ્યાન કરે તો પ્રથમ સ્થૂલ દેહનો નાશ થાય છે ને પછી સૂક્ષ્મ દેહ ને કારણ દેહનો નાશ થાય છે ને એવી રીતે સૂક્ષ્મ ને કારણનું સમજવું. ત્યાં દૃષ્ટાંત છે જે જેમ વૃક્ષનાં ડાળાં પાંદડાં વારંવાર કાપ્યા કરે તો મધ્યભાગ ને થડિયું હળવે હળવે સુકાઈ જાય છે ને વચમાંથી કાપી નાખે તો થડ ને ડાળાં સુકાઈ જાય છે ને મૂળમાંથી કાપી નાખે તો મધ્ય ભાગને ડાળાં સુકાઈ જાય છે તેમ અવસ્થાનું જાણવું.।।૪૩૫।।