વાત : ૩૨૪

સંબંધીમાં હેત ન રાખવું અને તેને બોલાવવો નહિ. રસના ઇંદ્રિયને જીતવી અને વસ્ત્ર ઝીણાં ન રાખવાં અને બરોબરિયાનો સંગ ન કરવો અને મનને સારું લાગે તે ન આપવું અને પોતાને કરવાનું શું છે તેનો તપાસ કરવો અને ટાઢ, તડકો, ભૂખ, તરસ, તેનું સહન કરવું. ખાવાની તૃષ્ણા ન રાખવી અને કોઈને કઠણ વચન ન બોલવું, સાધુનાં લક્ષણ વાર્તાવિવેકમાં તથા હરિગીતામાં કહ્યાં છે તેને શીખવાં, અધર્મથી છેટે રહેવું અને જેનો સંગ કરે ન્યૂનતા આવે તેનો સંગ ન રાખવો અને ઇંદ્રિયોને જીતવી અને અનુવૃત્તિ રાખવી અને અસત્‌ વાસના રાખવી નહિ.।।૩૨૪।।