વાત : ૧૩૫
એકાંતિક ધર્મને વિષે વર્તાવવું તે તો પંડે ભગવાન હોય તો વર્તાવે તથા તે ભગવાનના એકાંતિક સાધુ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તથા માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિએ યુક્ત હોય તથા ભગવાનની મરજીને જાણીને તે ભગવાનની મરજી પ્રમાણે વર્તતા હોય તથા પોતે ઐશ્વર્યે કરીને સર્વેને દાબે એવા સમર્થ હોય તે પણ એકાંતિક ધર્મને વિષે વર્તાવે.।।૧૩૫।।