વાત : ૧૪૩

અંતઃકરણ ને આત્મા એ બેના વચ્ચે જે વિચાર રહે છે, તે વિચાર કોનો સમજવો ? એ વિચાર છે તે અંતઃકરણનો પણ નથી અને જીવનો પણ નથી. એ વિચાર તો સત્શાસ્ત્રમાંથી વિચારીને શીખે છે. અને તે વિચાર ઇંદ્રિયો ને અંતઃકરણમાં રહે છે, અને તે વિચાર દેહ ને દેહના સંબંધી ને માયિક પદાર્થ તે સર્વેને ખોટાં કરે છે.।।૧૪૩।।